ઉના, તા.૧૮
ઉના પંથકમાં અરજદારોના મોબાઈલ ફોન ગુમ થયેલા, ખોવાઈ ગયેલા હોય પોલીસે ટેકનોલોજીની મદદથી મોબાઇલો શોધી કાઢ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૂળ અરજદારોને તેમના મોબાઇલ ફોન જે-તે સ્થિતિમાં પરત કર્યા હતા.
હાલના સમયમાં જાહેર જનતાના મોબાઇલ ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઈ જવાના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય છે ત્યારે ઉના પોલીસ અધિક્ષકના આદેશ અને ઉના પોલીસ સ્ટેશન પીઆઈ એમ.એન.રાણાની સૂચના તથા ઇ. પીએસઆઇ એચ.એલ.જેબલીયાના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. જગદિશભાઇ લઘરાભાઇ વાઘેલા તથા સુનીલભાઇ કેશવભાઇ બાંભણીયાએ સંયુકત મળી અદ્યતન ટેકનોલોજીની સહાયથી મોબાઇલો શોધી કાઢ્યા
હતા.
તેમજ જરૂરી કાર્યવાહી કરી મૂળ અરજદારોને તેમના મોબાઇલ ફોન જે-તે સ્થિતિમાં પરત કર્યા હતા.