ઉના નજીક ગીરગઢડા રોડ પર આવેલ વે-બ્રિજના પાછળના ભાગે આવેલ વડીયા વિસ્તારમાં સર્વે નં.૩૯૭ પૈકી વાળી જમીનમાં ગે.કા. લાઇમ સ્ટોનમેજર ખનીજચોરી થતી હોવાની બાતમી આધારે જિલ્લા પોલીસ, જિલ્લા ખાણ ખનીજ વિભાગ તેમજ સ્થાનિક પોલીસ સહિત સંયુક્ત ટીમ સ્થળ પર પહોચી ગયેલ હતી અને ખનીજચોરી કરતા ૨ જેસીબી, ૨ ડમ્પર, ગે.કા. ખનીજચોરી સહિતનો કુલ રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ અને ગે.કા. ખનીજચોરી કેટલી કરવામાં આવેલ તે ખાડાની જીપીએસસી સિસ્ટમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવશે તેવુ ખાણખનીજ વિભાગે જણાવેલ હતું. આમ ગે.કા. ખનીજચોરી પકડી પાડતા ખનીજચોરોમાં ફફડાટ મચી ગયેલ હતો.