ઉના દેલવાડા રોડ પર રાત્રીના સમયે એક રીક્ષા અને બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ જેટલા વ્યકિતઓને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્ર અને એક મહિલા સહિત પાંચ ઈજાગ્રસ્તોને ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
ઉના દેલવાડા રોડ પર આવેલ નાગનાથ મંદિર પાસે રીક્ષા તેમજ બે બાઈક વચ્ચે જારદાર અકસ્માત સર્જાયો. જેમાં બાઈક પર સવાર અશ્વિન સોમા સોલંકી (ઉ.વ.૪૦) તથા રાજકુમાર અશ્વિન સોલંકી(ઉ.વ.૧૦) રહે. જાફરાબાદ તેમજ રીક્ષામાં બેઠેલા અંજલીબેન નાનજી બારીયા રહે. નવાબંદર સહિત પાંચ વ્યકિતઓને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા રસ્તા પર વાહનોનો ટ્રાફિક સર્જાયો હતો.