ઉના તાલુકાના વરસિંગપુર ગામના કાંદા વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે કાર્યવાહી દરમિયાન ૧૦ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. ૨૭,૩૦૦ રોકડ રકમ તેમજ જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતું સાહિત્ય જપ્ત કર્યું હતું. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.








































