ઉના,તા.ર૧
ઉનાનાં બરડા ગામની સીમ વિસ્તારમાં આવેલ નિલેશ જયસુખ ગોસ્વામીની વાડીમાં વિદેશી દારૂની બોટલની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે પો.ઇન્સ. એમ.એન.રાણા તથા સર્વેલન્સ સ્ક્વોર્ડના પો.સબ.ઇન્સ આર.પી.જાદવ, ધર્મેન્દ્રસિંહ પરમાર, જોરૂભા મકવાણા પો.હેડ.કોન્સ., નાનજીભાઇ ચારણીયા, હરપાલસિંહ ચુડાસમા સહિતના સ્ટાફ દ્વારા બીટ વિસ્તારમાં પ્રોહીબિશન અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુક્ત બાતમીના આધારે રેઈડ કરતાં વાડીમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી બોટલ નંગ-૩૦૫ કુલ કિં.રૂ.૧,૦૦,૬૮૦/નો જથ્થો ઝડપી પાડી નિલેષ જયસુખભાઈ ગોસ્વામી રહે. સામતેર, જગુભાઇ ધીરૂભાઇ ખસીયા રહે.ઉમેજ સીમ વિસ્તાર વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.