અમરેલી ડિવિઝનની ઉના ડેપોની ચાલતી ઉના અમદાવાદ બસ જે અંદાજિત ૪૦ વર્ષથી વાયા ડુંગર ચાલે છે. જેમાં વિદ્યાર્થીઓ નોકરિયાતો વેપારીઓ અપડાઉન કરે છે ત્યારે ઉના ડેપોના અધિકારીઓ દ્વારા આજથી જ આ બસને વાયા વિકટર ચલાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ અંગે પેસેન્જરોને મૌખિક રીતે પૂછવામાં આવતા અધિકારીઓ દ્વારા રસ્તો ખરાબ છે તેવું જણાવવામાં આવેલ પરંતુ આ બાબતે આ રૂટમાં રાજકીય રાકારણ રમાઈ રહ્યું હોય તેવું લાગે છે. રાજુલા ડેપોની બસો પણ આ રૂટ ઉપર ચાલે છે તદુપરાંત લક્ઝરી બસો પણ આજ રોડ ઉપર ચાલે છે ત્યારે આ રૂટ ઉપર આ એક માત્ર બસ તાત્કાલિક ફેરવવામાં આવતા આ વિસ્તારના લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. જો ફરીથી આ બસને આજ રૂટ ઉપર શરૂ કરવામાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન કરવું પડશે તેવી ચિમકી આપવામાં આવી છે.