ઊના શહેરમાં આવેલ ગુલિસ્તા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વિદ્યાર્થિનીઓએ ધોરણ ૧૨ મા શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાનુ ગૌરવ વધાર્યુ છે. ધોરણ ૧૦ની પરીક્ષાનુ પરિણામ ૮૮% ટકા આવેલ જેમાં દિકરાઆએે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ શાળામાં ધો ૧ર સામાન્ય પ્રવાહનુ પરિણામ ૧૦૦ ટકા આવેલ છે તેમજ ધો.૧૦માં ૮૭.પ૦ ટકા પરિણામ આવેલ છે. આમ ધોરણ ૧૨ માં દિકરીઓ અને ધોરણ ૧૦માં દિકરાઓનુ ઝળહળતુ પરિણામ આવતા શાળાના સંસ્થાપક પીરબાપુ અને સંચાલક અબુદભાઈ શેખ પ્રિન્સિપલ હબીબભાઈ ઉનડજામએ તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.