ઉના-ગીરગઢડા રોડ પર સરવાવના પાટિયા નજીક ગત રાત્રે એક બોલેરો ગાડી ઝાડ સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બોલેરો ચાલક રમેશભાઈ (રહે. રામપરા)ને ઈજા થઈ હતી, જ્યારે તેમની સાથે સવાર ભાવેશભાઈ (રહે. સરવાવ)ને સામાન્ય ઈજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રામપરાથી પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો ગાડી અચાનક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે ચાલક રમેશભાઈ સ્ટીયરિંગ પર ઢળી પડ્‌યા હતા અને ગાડીના દરવાજા ખુલી શક્યા ન હતા. તેઓ ગાડીમાં ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ તાત્કાલિક દરવાજો તોડીને રમેશભાઈને બહાર કાઢ્યા હતા. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.