ઉના ગીરગઢડા રોડ પર આવેલ જરગલી ગામનાં પાટિયા પાસે ધોળીવાવ નામે ઓળખાતી જગ્યા પર એક બોલેરો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઇ ગયો હતો. જેમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમાં ત્યાથી પસાર થતા એક બાઇક ચાલકને ઈજા પહોંચતા ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ઉના ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં બોલેરો બેઠેલા દસથી વધુ લોકોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની થઈ ન હતી. જોકે એક બાઈક ચાલક પ્રેમજીભાઈ ભીખાભાઈ ભીમાણી રહે. જરગલી વાળાને ઈજા પહોંચી હતી.