ઉના- ગીરગઢડા પંથક હવે સિંહોની અવરજવર માટે સામાન્ય બની ગયો છે. ત્યારે સોમવારે રાત્રિના સમયે ગીરગઢડા નજીકના બેડીયા ગામે એક સિંહે શિકારની શોધમાં આવીને માત્ર લટાર જ નહીં, પરંતુ રોડ પર કલાકો સુધી આસન જમાવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તાર તેની ડણકથી ગુંજી ઊઠ્‌યો હતો. રાત્રિના સમયે રસ્તા પર બેઠેલા સિંહની ડણક સાંભળીને આસપાસના રાહદારીઓએ પોતાના વાહનો થંભાવી દીધા હતા.