ઉના એ.આર.બી. કોલેજમાં નવરાત્રી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ નવરાત્રી કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં દાંડિયાનાં તાલે જૂમી આહલાદક વાતાવરણ ઉભુ કર્યું હતું. કોલેજની અંદર દરેક ધાર્મિક ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમમાં સારૂ પર્ફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજનાં સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉપાડી હતી.