(એ.આર.એલ),અમરેલી,તા.૧
સૌરાષ્ટમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને વટાવી ગયો છે. સૌરાષ્ટÙનાં અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં કાળઝાળ ગરમી પડી હતી. લોકો ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે લોકો દરિયા કિનારે અને વોટર પાર્કની મુલાકાત લઇ રહ્યાં છે. ઉનાળામાં વોટર પાર્કમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં બે વોટર પાર્ક આવેલા છે. અહીં સવારનાં ૧૧ વાગ્યાથી લઇને ચાર વાગ્યા સુધી લોકો વોટર પાર્કમાં જાવા મળે છે. બન્ને વોટર પાર્કમાં રોજનાં ૧૬૦૦ જેટલા લોકો આવે છે.
લાઠીનાં વતની ડાંગર સંદીપભાઇએ જણાવ્યું હતું કે, મે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ નોકરી ન કરતા બિઝનેસ કરવાનો વિચાર્યું હતું. તેમજ અમરેલી – લાઠી રોડ ઉપર જમીન આવેલી છે. અહીં વોટર પાર્ક બનાવવાનું વિચાર્યું હતું. રૂપિયા છ કરોડનો ખર્ચ કરીને વોટર પાર્ક બનાવ્યો છે. બે વર્ષ પહેલા વોટર પાર્ક તૈયાર થઇ ગયો છે. અમરેલી જિલ્લામાં લોકો વોટર પાર્કની મજા માણી શકે અને બિઝનેસનાં હેતુથી વોટર પાર્ક તૈયાર કર્યો છે. સંદીપભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, વોટર પાર્કમાં ત્રણ ફિલ્ટર પ્લાન્ટ છે. વોટર પાર્કમાં પાણીની અદલા બદલીની વિશેષ સુવિધા છે. એક લાખ લિટરના ત્રણ ફિલ્ટર પ્લાન્ટ મુકવામાં આવ્યાં છે. વોટર પાર્કમાં રોજનાં ૧૬૦૦ જેટલા લોકો મુલાકાતે આવે છે. વોટર પાર્કની ફી એક વ્યક્તની ૬૫૦ રૂપિયા રાખવામાં આવી છે. તેમજ બાળકોન ફી ૪૫૦ રૂપિયા છે. ઉનાળાની સીઝનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે.
ચોમાસું નજીક આવી રહ્યું છે. તેમજ ઉનાળુ વેકેશન પૂર્ણ થવાનાં આરે છે. ત્યારે સૌરાષ્ટનાં ફરવા લાયક સ્થળ ઉપર લોકોની ભીડ જાવા મળી રહી છે. ઉનાળુ વેકેશનનાં અંતિમ દિવસોમાં પણ વોટર પાર્કમાં લોકોની ભીડ દેખાઇ રહી છે. તેમજ હજુ ગરમી પડી રહી છે. ત્યારે લોકો વોટર પાર્કનો સહારો લઇ રહ્યાં છે. હાલ લાઠી નજીક આવેલા વોટર પાર્કમાં સારી એવી ભીડ દેખાઇ રહી છે.