ડાંગરમાં ગાભમારાની ઇયળ થડમાં અંદર ભરાઇ રહી નુકસાન કરતી હોવાથી દાણાદાર દવા વધુ અસરકારક રહે છે. કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી (૫ કિ.ગ્રા.) અથવા કાર્બોફયુરાન ૩ જી (૬ કિ.ગ્રા.) પ્રતિ વિઘા પ્રમાણે બે વખત (પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અથવા ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે અને બીજી માવજત ત્યારબાદ ૧૫-૨૦ દિવસે આપવાથી ગાભમારાની ઇયળ ઉપરાંત થડ ઉપર નુકસાન કરતા ચુસિયાં અને પાન વાળનાર ઇયળનો ઉપદ્રવ કાબુમાં રહે છે.
પાન વાળનારી ઇયળના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (અર્ક) અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસનો પાવડર ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો. જો આ જીવાતનો ઉપદ્રવ વધારે જણાઈ આવે તો કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ ૫૦% વે.પા. ૧૦ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
સફેદ પીઠવાળા ચુસિયાંઓનો ઉપદ્રવ વધુ જણાય તો મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૫ મિ.લિ. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
કાર્બોફ્યુરાન ૩ જી (૨૫ થી ૩૦ કિ.ગ્રા./હે) અથવા કારટેપ હાઇડ્રોક્લોરાઇડ (૨૦ કિ.ગ્રા./ હે) પુંખીને આપવાથી મૂળના ચાંચવાનો ઉપદ્રવ કાબુમાં રાખી શકાય છે. પાનકથીરીના ઉપદ્રવની શરૂઆત જણાય ત્યારે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧% ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫% ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાનકથીરીનો ઉપદ્રવ વધારે જણાતો હોય ત્યારે ફેનાઝાકવીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સ્પાઇરોમેસિફેન ૨૪૦ એસસી ૭ મિ.લિ. અથવા પ્રોપરગાઈટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. અથવા ડાયફેન્થુરોન ૫૦ ડબ્લ્યુપી ૧૦ મિ.લિ. અથવા ક્લોરફેનપાયર ૧૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. એકની એક દવા ન વાપરતા દરેક છંટકાવ વખતે દવા બદલવી.