ઉનાના સામતેર હાઈસ્કૂલ ખાતે ૭૦મી શાળાકીય SGFI  જિલ્લા કક્ષાની ખો-ખો બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાઓની ૧૪૪ દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંડર-૧૭માં ઉનાની ટીમ પ્રથમ અને ગીર ગઢડાની ટીમ દ્વિતીય રહી હતી. અંડર-૧૯માં ગીર ગઢડા પ્રથમ અને વેરાવળની ટીમ દ્વિતીય રહી હતી. વિજેતા ટીમો રાજ્યકક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધાની સફળતા માટે શાળાના આચાર્ય, શિક્ષકો અને રમતગમત શિક્ષક રાઠોડ સાહેબે વ્યવસ્થા સંભાળી હતી.