ઉના શહેરમાં શાહ એચ.ડી. હાઈસ્કૂલ પાછળ આવેલ હરિઓમ સોસાયટી દ્વારા તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ તુલસી વિવાહમાં ઠાકોરજી શાલીગ્રામની જાન મનસુખભાઈ નાનુભાઈ રાઠોડના ઘરેથી વાજતે ગાજતે ડી.જે.ના તાલે સોસાયટી વિસ્તારમાં નીકળી હતી અને સંદીપભાઈ વાજાના ઘરે જાન પહોંચી હતી. આ લગ્નમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને લગ્ન મંડપમાં ભૂદેવ પ્રકાશકુમાર લાભશંકર ઠાકર દ્વારા તુલસી વિવાહ કાર્યક્રમ વિધિવત યોજેલ હતો.









































