ઉના શહેરમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લા લોકસભાના નવનિયુક્ત સાંસદ રાજેશભાઈ ચુડાસમાનું સતત ત્રીજી વખત ભવ્ય જીત હાસલ કરવા બદલ તથા ઉનામાંથી જંગી લીડ નીકળતા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં નવનિયુક્ત સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે સમગ્ર ચૂંટણી દરમિયાન માત્રને માત્ર ૯૩ વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડનો વિસ્તાર છે. તેમણે એક પણ મિટિંગ કરી નથી તો પણ મને ઉના શહેરે ઐતિહાસિક લીડ આપી છે. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉના ચેમ્બર ઓફ કોમર્સના વિવિધ વેપારી સંગઠનો, ડોક્ટરો, વકીલ મંડળ, સિનિયર સિટીઝન, હિન્દુ યુવા સંગઠન તેમજ ઉના ગીરગઢડા તાલુકા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, તાલુકા અને શહેર ભાજપ સંગઠનોના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલો, નામી અનામી કાર્યકરો માનવંતા પ્રજાજનો સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.