ઉના તાલુકાની સરકારી હોસ્પિટલમાં ડોકટરની ઘટના કારણે દર્દીઓને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્થિતિ ગંભીર બની છે. કલેકટર સુધી અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ દિવસે ને દિવસે સ્થતિ કથળી રહી છે. હાલ ઉના સરકારી હોસ્પિટલમાં દર્દીઓ આવે છે પરંતુ ગાયનેક ડોકટરથી માંડી અલગ અલગ વિભાગના ડોક્ટરો ના હોવાના કારણે ગરીબ પછાત વર્ગના દર્દીઓને તંત્રના પાપે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ઉનામાં સરકારી હોસ્પિટલ હોવા છતાં દર્દીઓ નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં વધું ખર્ચ કરવા મજબુર બન્યા છે. એક તરફ જિલ્લા કલેકટરે ઉના ખાતે લોકોની સમસ્યા સાંભળી પરંતુ તેનું કોઈ જાતનું અમલીકરણ થયું નથી. અહીં દર્દીઓ પીડાઈ રહ્યાં છે. હવે આવા દર્દીઓને કોણ સાંભળે? કે પછી માત્ર લોકોને દેખાડો કરી સીન સપાટા, ફોટોસેશન કે પછી જ્યાં મલાઈ મળે ત્યા જ તંત્રને રસ છે કે શું ? આવા અનેક પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે.