ઉના, તા.૦૩
ઉનાના ભીમપરા વિસ્તાર બાદ ભોયલા વાડી નામથી ઓળખાતા આ વિસ્તારમાં મુકેશભાઈ બાંભણીયાના રહેણાંક મકાન સુધી એક દીપડો આવી ચડયો હતો. એ રહેણાંક મકાનની ફરતે દિવાલ ઉપર દીપડો ચઢી ગયો હતો અને અંદાજે એક કલાક સુધી ત્યાંજ દિવાલ ઉપર બેસીને આરામ ફરમાવ્યો હતો. તેમજ આજુબાજુમાં આંટાફેરા કરતા સમગ્ર ઘટનાનો વીડિયો મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જોકે અગાઉ પણ એ જ રહેણાંક મકાનની સામેના ભાગે એક સાથે બે દીપડા આવ્યા હતા અને મકાન સામે આરામથી બેસી અને જતા રહ્યા હતા.