ઉના શહેરમાં રોકડીયા હનુમાન મંદિર નજીક ભાવનગર હાઈવે રોડ ઉપર ૪ સિંહના પરિવારે એક રેઢિયાળ પશુનું મારણ કરી મિજબાની માણી હતી. આ દરમિયાન મુખ્ય રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. સિંહ પરિવાર આ વાહનોને જોઈ સામેની ખુલ્લી જગ્યાએ ચાલ્યો ગયો હતો અને ત્યાર બાદ રસ્તા પરથી પસાર થતાં વાહનો ઓછા થતાં જ ફરી ત્યાંથી ઉભા થઇ બહાર નીકળી રસ્તા પર કરેલ મારણની મિજબાની માણી હતી. જોકે મધરાત્રિના સમયે એક સિંહણ અને ત્રણ બચ્ચાએ એક સાથે શિકારની શોધમાં આવી પશુનું મારણ કરી મિજબાની માણી હતી. આ વખતે રસ્તા પરથી વાહન ચાલકો એકઠા થઇ જતા વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મુખ્ય રસ્તા પરથી વાહન ચાલકોને દુર ખસેડ્‌યા હતા.