ઉનામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈકી એક શખ્સને મધ્યસ્થ જેલ વડોદરા અને બીજાને સુરત જેલના હવાલે કરવામાં આવ્યો હતો. જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસામાજિક
પ્રવૃત્તિ આચરતા શખ્સો જશુભાઇ દડુભાઈ ગોહિલ, રહે. સનખડા અને માનભાઈ ભીખાભાઇ ભાલીયા, રહે.વાવરડા, બન્ને શખ્સો સામે ઉના પોલીસમાં ગુના નોંધાયેલા હતા.તેઓ કિં.રૂ.૧૭,૮૦,૮૦૦નો ભારતીય બનાવટનો દારૂ- બિયરનો મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબ્જામાં રાખીને હેરફેર કરતા પકડાયા હતા. આ શખ્સો ભવિષ્યમાં પણ આવી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થશે તેને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટએ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા જશુ દડુ ગોહિલને મધ્યસ્થ જેલ, વડોદરા તથા માન ભીખા ભાલીયાને મધ્યસ્થ જેલ, સુરતના હવાલે કરવામાં આવ્યા હતા.