ઉનામાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ ઉના ખાતે રંગેચંગે ઉજવાયો હતો. આ પ્રસંગે અન્નકોટ દર્શન, મહાપૂજા બાદ ભવ્ય શોભાયાત્રા શહેરનાં રાજમાર્ગો પર નીકળી હતી. ભૂદેવો સહિત અન્ય સમાજે પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શોભાયાત્રામાં વિજયભાઈ જોષી, હરેશભાઇ જોષી, મયંકભાઇ જોષી, ચંદ્રેશભાઇ જોષી, સમસ્ત બ્રહ્મસમાજના હોદ્દેદારો, કર્મચારી મંડળ સમાજ, પરશુરામ યુવા સંસ્થાના તમામ હોદ્દેદારો અને બ્રહ્માસમાજનાં યુવાનો સહિતનાં બ્રહ્મસમાજનાં આગેવાનો, વડીલો, મહિલાઓ જોડાયાં હતાં.