ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર કામો રોકવા માટે ઉના શહેરમાં પોલીસે મોટુ મેગા કોમ્બિંગ અને વાહન ચેકીંગ કર્યુ છે. આ કામગીરીમા એલસીબી એસઓજી અને ઉના પોલીસની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં સાથે મળીને દરોડા પાડીને કુલ ૨૧ આરોપીને પકડી લીધા છે. પોલીસ દ્વારા પ્રોહિબિશન હથિયાર ધારા અને ટ્રાફિકના નિયમો તોડવા બદલ જુદા જુદા કેસો કાગળ પર લેવામા આવ્યા છે. ઉના વિભાગના ડીવાયએસપી એમ. એફ. ચૌધરી ના માર્ગદર્શનમાં પીઆઈ કે. આઈ. જાડેજા અને એલસીબી પીઆઈ એમ. કે. વણારકા દ્વારા આ ઓપરેશન ગોઠવવામાં આવ્યુ હતુ. પોલીસની બધી ટીમોએ બુટલેગરો અને જુના ગુનેગારો તેમજ હિસ્ટ્રીશીટરો ઉપર ખાસ નજર રાખીને સંવેદનશીલ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરીને ગુનેગારોમાં ભારે ફાફડાટ ફેલાવી દીધો છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ગુનાખોરી આચરતા તત્વોમાં મોટો ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે અને આગામી સમયમાં પણ આવી ચેકિંગ ચાલુ રહેશે તેવુ જાણવા મળ્યુ છે.