ઉના, તા.૩૧
ઉના ગીરગઢડા રોડ ઉપર આવેલા પુરવઠા નિગમનાં ગોડાઉનમાં ઘણા લાંબા સમયથી અનાજ, કઠોળ અને નમકનો જથ્થો સડી ગયેલી હાલતમાં ગોડાઉનના એન્ટ્રી દરવાજે પ્લાસ્ટિક ઢાંકી છુપાવી રાખ્યો હોય આ ખરાબ બગડેલા અનાજ, કઠોળ અને નમકનાં જથ્થાની આજુબાજુમાં સારો સરકારી પુરવઠાનો માલ ગોઠવી દેવાયો છે. જ્યાંથી હજારો બાળકો અને લાખો રેશનકાર્ડ પરિવારોને અનાજ જીવ જંતુ જીવાત વાળું પહોંચતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. આ પોલ ખુલી ન પડે એટલે ગોડાઉન મેનેજરે લુલો બચાવ કર્યો હતો. ઉના ખાતે થોડા દિવસો પહેલાં જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા રેઈડ દરમ્યાન આવેલા અધિકારીએ પણ મેનેજરને વિગતો સાથે લેખીત અહેવાલ રજૂ કરવા જણાવતાં મેનેજર દ્વારા માત્ર ફોન ઊપર જાણ કરાતી હોવાથી લેખીત રિપોર્ટ જિલ્લા અને ગાંધીનગર નગર પુરવઠા નિગમને દરખાસ્ત મોકલવાની સૂચનાઓ આપી હોવા છતા કોઈ કાર્યવાહી નહીં કરાતા પગલા લેવા માંગણી ઉઠવા પામી છે.