ઉનામાં ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. આ તકે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના આંબેડકરનગરથી શરૂ થયેલી શોભાયાત્રા ટાવર ચોક અને મુખ્ય બજારોમાં થઈને ત્રિકોણબાગ ખાતે ડા. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ પાસે સમાપન થઇ હતી. લોકોએ ડા.બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને ફુલહાર કરીને ફટાકડા ફોડી આ દિવસને તહેવારના સ્વરૂપે ઉજવ્યો હતો.