ઉના શહેરમાં ચંદ્રકિરણ ગ્રુપ દ્વારા તારક મહેતા ગોકુલધામ સોસાયટી થીમમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. અહીં ગણપતિ બાપાના સાનિધ્યમાં આવતીકાલથી રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ ગણેશ વિસર્જનના દિવસે ગુજરાતી લોકગાયિકા રાજલ બારોટ ડી.જે. મ્યુઝિક સાથે રમઝટ બોલાવશે અને ધામધૂમથી ગણેશ વિસર્જન કરવામાં આવશે. ચંદ્રકિરણ સોસાયટીમાં ચંદ્રકિરણ કા રાજા ગણેશ ઉત્સવ-૨૦૨૪ આયોજીત કોળી સમાજના યુવા કોળી સંગઠનનાં પ્રમુખ અને નગરપાલિકા સદસ્ય અલ્પેશ કાનજીભાઈ બાંભણિયાની આગેવાની હેઠળ ચંદ્રકિરણ ગ્રુપના યુવાનો દ્વારા ચંદ્રકિરણ કા રાજા ગણેશ ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિજીનો પંડાલ તારક મહેતાકા ઉલ્ટા ચશ્માની સિરિયલની ગોકુલધામ સોસાયટીની થીમ આધારિત બેક ગ્રાઉન્ડ બનાવેલ છે. શ્રી ગણેશજીની મૂર્તિના પગ નીચે તેમનું વાહન મૂષક ઘંટડી વગાડતા હોય તે લોકોમાં આકર્ષણ કેન્દ્ર બન્યું છે.