ઉનામાં ગુમ, પડી કે ખોવાઇ ગયેલા મોબાઇલની જાણ પોલીસમાં કરેલ હતી. ટેકનોલોજીની મદદથી પોલીસે ૧૮ મોબાઇલો શોધી કાઢયા હતા. તમામ મોબાઈલ કુલ કિં.રૂ. ૩.૫૮ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યાે હતો. જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી ઉના વિભાગના આદેશ તથા ઉના પોલીસ સ્ટેશન થાણા અધિ. પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. રાણાની સૂચના મુજબ હાલના સમયમાં જાહેર જનતાના મોબાઇલો ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઈ જવાના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય છે. જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારોને તેમના મોબાઇલ ફોન પરત આપવામાં આવ્યા હતા.