ઉનામાં ગાયત્રી મંદિરે માતાજીને અવનવી જાત જાતની વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. તેમજ દાતાઓના સહકારથી બટુક ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં બાળકોએ બટુક ભોજન (પ્રસાદી)નો લાભ લીધો હતો. તુલસી વિવાહ અને અગિયારસના પવિત્ર દિવસે ગાયત્રી મંદિરના સંયોજક દ્વારા ગાયત્રી માતાજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ તેમજ બાળકોને બટુક ભોજનનું આયોજન રાખવામાં આવ્યું હતું. સાંજે આ બટુક ભોજનમાં બાળકોએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.