ઉના તાલુકાના સનખડા ગામમાં આંબાના બગીચામાં ધમધમતી દેશી દારૂની મીની ફેક્ટરી પર જીસ્ઝ્રએ દરોડા પાડી ૨.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એસએમસીની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ગીર સોમનાથના ઉના તાલુકાના સનખડા ગામમાં રહેતો રાજુભાઇ ઉર્ફે રાકેશ મકવાણા માણસો રાખી પોતાની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી અન્ય જગ્યાએ સપ્લાય કરે છે. આ બાતમીના આધારે તપાસ દરમિયાન આંબાની વાડીની અંદર પાકા બાંધકામમાં ઘરની અંદર ધુમાડા નીકળતા કઇક સળગતું હોય તેમ જણાયુ હતું. બનાવની જગ્યાએ રેડ કરતા બે ઇસમો દેશીદારૂની ભઠ્ઠી ચલાવતા હતા. જ્યાં જાતા જમીન પર ખાદો ખોદી પથ્થરો ગોઠવી એક ચુલો બનાવેલ હતો. તેના ઉપર બેરલ ગોઠવેલા હતા અને તેમાં ૧૦ લીટર જેટલો દેશી દારૂ ભરેલો હતો. તેની બાજુમાં ૨૦-૨૦ લીટરની ક્ષમતાના દારૂ ભરલા ૨૬ કેરબા પડેલા હતા તેમજ અન્ય ૧૦ ખાલી કેરબા જાવા મળ્યા હતા.
પોલીસે દારૂની ભઠ્ઠીને ઓલવી ઘટનાસ્થળે બે આરોપી રાજુભાઇ ઉર્ફ રાકેશ મકવાણા (ઉં.વ.૩૩) અને પીઠ્ઠુભાઇ પટેલ (ઉં.વ.૫૫) મળી આવ્યા હતા, તેમની વધુ પૂછપરછ કરતા આ જગ્યા પોતાની તથા પોતાના ભાઇના નામની સંયુક્ત માલિકીની હોવાનું જણાવ્યું હતું અને બીજા નંબરનો આરોપી મજુરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળેથી ૨૦-૨૦ લીટરની ક્ષમતાના પુરેપુરા દારૂથી ભરેલ ૨૫ કેરબા તેમજ બે અડધા જેમાં ૧૦-૧૦ લીટર ભરેલ જાવામાં આવે છે આમ કુલ ૫૨૦ લીટર દેશીદારૂ ભરેલ કેરબા જપ્ત કર્યા હતા. આ એક કેરબાની બજાર કિંમત ૨૦૦ લેખે ૫૨૦ લીટરની કુલ ૧ લાખ ૦૪ હજાર ૦૦૦ રૂપિયા જેટલી થાય છે.
એસએમસીના પીએસઆઇ ગરચળ અને તેમની ટીમે સ્થળ પરથી દેશી દારૂનો તૈયાર જથ્થો, દારૂ બનાવવાનો આથો, ગોળના ૩૫ ડબ્બા, મોબાઇલ ફોન તેમજ બે ટુ વ્હીલર સહિત કુલ ૨.૭૦ લાખ ૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગેરકાયદેસર દારૂની મીની ફેક્ટરી ચલાવતા બે શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









































