ઉનામાં શુભમ બાગ ખાતે અનુસૂચિત જાતિ પ્રતિભા સન્માન અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધો. ૧૦ અને ૧૨ માં ૮૦% થી વધારે માર્ક લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રમત ગમત ક્ષેત્રે વિજેતા તેમજ સરકારી ક્ષેત્રમાં નોકરી પ્રાપ્ત કરનાર યુવાનોનું પણ સન્માન કરાયુ હતું. ૨૦૦ મીટર ઇવેન્ટમાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત દીક્ષિકાબેનનું સ્વાગત કરાયું હતું. અનુસૂચિત જાતિના વરિષ્ઠ આગેવાનો તેમજ યુવાનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વણકર સમાજ સર્વોદય ફાઉન્ડેશન વણકર સમાજ કેળવણી મંડળ મુંબઈ ઉના દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.