ઉના શહેરમાં દેલવાડા રોડ પર બરફના કારખાના પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે પુરપાટ ઝડપે ટ્રક ચલાવી ગાયને અડફેટે લીધી હતી. ગાયને પગ તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડી હતી. આસપાસના લોકોને જાણ થતાં તાત્કાલિક સેવાભાવી લોકોએ ગાયની પ્રાથમિક સારવાર કરી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.