અકસ્માતમાં દુકાનની બહાર સૂતેલા વૃદ્ધનું ઘટના સ્થળે મોત

ઉનામાં શિવાજી પાર્ક સામે પુરઝડપે બેફીકરાઇથી કાર ચાલકે નાઘેર પાઉંભાજીની બંધ દુકાનમાં ધડાકાભેર ભટકાવી હતી. આ અકસ્માતમાં દુકાનની બહાર સૂતેલા વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક બાઈક તેમજ દુકાનમાં ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં કારચાલક વિરુધ્ધ મૃતકના પરિવારના જયેશભાઈ નાથાલાલ ગાંધીએ સ્કોર્પિયો ચાલક યતીન લીલાધર સીગલ રહે.અમદાવાદ વાળા વિરુદ્ધ ઉના
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે કારચાલક સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી, નાસી જનાર કારચાલકને ગણતરીની કલાકોમાં પકડી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.