ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮થી ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ માટે પૂર્ણા યોજના અમલ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પૂરક પોષણ અને પૂરક પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે. પોષણ માસ-૨૦૨૪ ઉજવણી સંદર્ભે, સી.ડી.પી.ઓ ડી.ડી. રામના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ વિભાગમાં ચાલતી પૂર્ણા યોજનાની નોંધાયેલ તમામ કિશોરીઓ માટે પોષણ માસ-૨૦૨૪ એનેમિયા થીમ પર ઉના કન્યા વિદ્યાલય શાળામાં તાલુકા કક્ષાની પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કિશોરીને એનિમિયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.