ઉના પંથકના ભેભા ગામે આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય કિશોરસિંહ જેમુભા રાઠોડએ છેલ્લા સાત વર્ષથી એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ શરૂ કરીને શિક્ષણ જગતમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.દિવાળીના તહેવાર નિમિત્તે,આચાર્ય કિશોરસિંહ રાઠોડે શાળામાં અભ્યાસ કરતાં ૨૩૨ જેટલા ગરીબ પરિવારના બાળકોને તેમના ૧૩૫ દિવસના રજાના પગારમાંથી ખરીદી કરીને ફટાકડા,મીઠાઈ અને કપડાંનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. આ વર્ષે આચાર્ય દ્વારા બાળકો પાછળ રૂ.૧ લાખના ફટાકડા, રૂ.૫૦ હજારના કપડાં અને રૂ.૧૫ હજારની મીઠાઈ સહિત કુલ રૂ.૩ લાખની રકમ ખર્ચવામાં આવી છે.









































