ઉનાના સામતેર ગામમાં સિંહે એક પછી એક ત્રણ ગાય અને એક આખલાનું મારણ કરતાં ગામલોકોમાં ભય ફેલાયો હતો. સિંહે પશુઓ પર કરેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સામતેર ગામે અનેકવાર સિંહ આવી જતા હોય છે અને પશુઓ પર હુમલો કરીને મિજબાની માણીને જતા રહે છે. આવી રીતે ગત મોડી રાત્રિના સમયે સિંહે આવીને ગ્રામ પંચાયત હાઈસ્કૂલના ગેટની સામેના ભાગે એક ગાયનો શિકાર કરી તેની પાછળ દોટ મુકતા ગાયે પોતાનો જીવ બચાવવા માટે ઘણી દોટ મૂકી પરંતુ સિંહે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને બે ગાયને પ્લોટ વિસ્તારમાં મોતને ઘાટ ઉતારી હતી. એક આખલાને ગામથી થોડે દૂર એક આંબાવાડીમાં મોતને ઘાટ ઉતારી દીધો હતો.