ઉનાના સામતેર ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નં.૧નું છેલ્લા ૮ માસથી બારી-દરવાજા અને કલરના વાંકે ઓરડાનું કામ અધુરૂ રહેતા હાલ આ ઓરડા દેશી દારૂનો અડ્ડો બની ગયા હોય તેમ દારૂની કોથળીઓ જાવા મળી રહી છે. આંગણવાડીની અધુરી કામગીરીને લઈ ગ્રામજનો દ્વારા અનેકવાર મૌખિક રજૂઆત કરાઈ હોવા છતા આજ સુધી કોઇ કામગીરી કરવામાં આવી નથી. ખુલ્લા ઓરડાઓના કારણે આવારા તત્વો અહીં દારૂની મહેફિલો જમાવતા હોય તેમ દારૂની કોથળીઓ જોવા મળતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે આંગણવાડી રૂમના બારી-દરવાજા તાત્કાલિક ફીટ કરી બાળકોના હિતમાં અભ્યાસ શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોમાંથી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.