ઉનામાં રહેતા ૭ વર્ષીય વિદ્યાર્થીએ નેશનલ કક્ષાએ પ્રથમ આવી શહેર, પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યુ છે. ઉના શહેરના નવસારી વિસ્તારમાં રહેતા અને સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રિધમ વિપુલભાઈ બાંભણીયાએ કુમરહતી હિમાચલ ખાતે યોજાયેલ કરાટે લીગમાં ભાગ લઈ અને નેશનલ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. જે બદલ તેમના કોચ રમેશભાઈ અને રિધમને શાળા પરીવાર અને શહેરીજનો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.