ઉના તાલુકાના સનખડાથી ગાંગડા હાઈવેને જોડતો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ ધોવાઈ જતાં જોખમી બન્યો છે. આ માર્ગ સનખડા સહિત આસપાસના ૧૦થી ૧૨ ગામોના લોકો માટે અવરજવરનો મુખ્ય માર્ગ છે. સનખડા ગામના સામાજિક કાર્યકર ગંભીરસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, માર્ગના સમારકામ માટે ઉના તાલુકા માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ અકસ્માત થાય તે પહેલાં માર્ગનું સમારકામ કરી પ્રોટેક્શન દિવાલ અને ચેતવણી બોર્ડ લગાવવાની માંગ કરી છે.