ઉનાના સનખડા કન્યા શાળામાં વેકેશનમાં બે દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ વિવિધ
પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ આનંદ માણ્યો હતો.
આ કેમ્પનો મુખ્ય હેતુ એ હતો કે વેકેશનમાં અભ્યાસની સાથે બાળકોમાં છુપાયેલી શક્તિ બહાર આવે એવું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શિક્ષકોએ તમામ ચીજવસ્તુઓ જાતે બનાવી હતી. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રવૃત્તિમાં ખાસ કરીને યોગા, મેડીટેશન, યોગ, ઝુમ્બા, સ્ટેન્ડિંગ જમ્પ, ફુગ્ગાફોડ જેવી અલગ અલગ
રમત-ગમતની પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી. આ
પ્રવૃત્તિઓથી બાળકોના માઈન્ડ વિકસિત થાય તે માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.