ઉનાના ગુપ્ત પ્રયાગ આશ્રમ ખાતે આવેલ દાદાજીનું ઘર વૃધ્ધાશ્રમ ખાતે આજરોજ મહિલા સુરક્ષા સેવા સંસ્થાન અને સિટીઝન ઓન હ્યુમન રાઈટ્‌સ સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી ગરમ ધાબળા અને અડદિયાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ગુપ્ત પ્રયાગ આશ્રમના મહંત ૫ૂ.વિવેકાનંદ બાપુના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા વૃધ્ધોને ભોજન કરાવવામાં આવ્યું હતું.તથા સંસ્થાના પ્રમુખ રાકેશભાઈ જાષી દ્વારા તેમજ ચેરમેન એચ.એમ. ઘોરી અને મહિલા સુરક્ષા સેવા સંસ્થાનના પ્રમુખ ગીતાબેન જાષીએ બાપુનુ ફુલહાર વડે સન્માન કર્યુ હતું. ઉપરાંત આ તકે હાજર રહેલ સાગરખેડુ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન કિશોરભાઈ સોલંકી અને એડવોકેટ બાલકૃષ્ણભાઈ સોલંકી, દાતાઓ પરશોતમભાઈ જીવાભાઈ તેમજ રામજીભાઈએ પણ બાપુનુ સન્માન કર્યુ હતું. આ પ્રસંગે જયસુખભાઈ મહેતા, વિપુલભાઈ પરમાર, નયનભાઈ સોલંકી, મુકેશભાઈ શિયાળ, અજયભાઈ સાંખટ, ભરતભાઈ ગઢિયા, પત્રકાર બાબુભાઈ વાઢેળ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.