ઉનાના વિદ્યાનગર-૯ હજાર હુડકો સોસાયટી પાસે રેલવે ફાટક નજીક દીપડો બેઠેલો જોવા મળતા લોકોમા ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગીચ વસ્તીવાળા વિસ્તારમા અચાનક દીપડો આવી
ચડતા મોટી સંખ્યામા લોકો એકઠા થઇ ગયા હતા અને થોડીવાર માટે અફરાતફરી મચી ગઇ હતી.સ્થાનિકોના કહીયા મુજબ આ રહેણાક વિસ્તાર હોય બાળકો અને વૃધ્ધોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ ઘટનાની જાણ થતા જ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. લોકોએ માંગ કરી છે કે વન વિભાગ દ્વારા આ વિસ્તારમા નાઇટ પેટ્રોલિંગ વધારવામા આવે અને દીપડાને જલ્દીથી પાંજરે પુરીને સુરક્ષીત જગ્યાએ ખસેડાય.