ઉના તાલુકાના વાવરડા ગામની સીમમાં કાળુભાઈ બાલુભાઈ છોડવડિયાની વાડીમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગેની જાણ જસાધાર વન વિભાગને કરવામાં આવતા ટીમ વેટરનરી તબીબ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગની ટીમે દીપડાના મૃતદેહનું પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. દીપડાના મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. વન વિભાગે મૃતદેહનો કબજો લઈને તેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. દીપડાના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે. હાલ મૃત્યુના સંજોગો શંકાસ્પદ જણાતા વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.










































