ઉના,તા.૧૪
ઉનાના વાંસોજ ગામ પાસે સિંહે એક બળદ પર હુમલો કરી રસ્તાની સાઈડમાં જ મારણની મિજબાની માણી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ કેદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બે દિવસ પહેલા પણ વાવરડા ગામમાં રહેણાંક પ્લોટ વિસ્તારમાં સિંહે એક વાછરડીનું મારણ કરતો વીડિયો સ્થાનિક લોકોએ કેદ કર્યો હતો. સિંહના હુમલાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.