ઉના તાલુકાના રામેશ્વરના પાટિયા નજીક એક કાર પલટી મારી જતાં તેમાં સવાર ચાર લોકોને ઈજા થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા અને એક પુરુષ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ભરૂચથી સોમનાથ દર્શન કરવા આવેલા દિલીપભાઈ નટવરભાઈ પટવાડિયા, વિલાસબેન દિલીપભાઈ પટવાડિયા, વીણાબેન મેહુલભાઈ ઠાકોર અને આંચલબેન ઠાકોર સોમનાથથી પરત ભરૂચ જઈ રહ્યા હતા. તેમની ય્ત્ન-૦૭-મ્ઇ ૫૮૭૯ નંબરની કારના ચાલકે પૂરપાટ ઝડપે કાબુ ગુમાવતા રામેશ્વરના પાટિયા નજીક કાર પલટી ખાઈ ગઈ હતી.અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા અને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા. ૧૦૮ના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તમામ ઇજાગ્રસ્તોને ઉનાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. વિલાસબેનને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.