ઉનાના કાળાપાણ ગામના ૨૨ વર્ષીય રાજ કરશનભાઇ મજેઠીયાએ અનોખી પદયાત્રા પૂર્ણ કરી છે. મજૂરી કરી ગુજરાન ચલાવતા આ યુવાને ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાના ઉદ્દેશ સાથે ૨૦૨૪માં યાત્રાની શરૂઆત કરી હતી. ૨૯૦ દિવસમાં ૧૬૦૦૦ કિલોમીટર પગપાળા ચાલીને ૧૨ જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા પૂર્ણ કરી છે. તેઓ ૩૧ આૅગસ્ટ ૨૦૨૪ના રોજ ઘરેથી પદયાત્રા માટે નીકળીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.