ઉના તાલુકાના ભેભા ગામના ૫૦થી વધુ ઉત્સાહી યુવાનો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના કાર્યાલયે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ધારાસભ્યપએ તમામ યુવાનોને કેસરીયો ખેસ પહેરાવી પક્ષની વિચારધારામાં આવકાર્યા હતા. વિકાસલક્ષી અભિગમથી પ્રેરાઈને જોડાયેલા આ નવયુવાનોને કાળુભાઈ રાઠોડ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






































