ઉનાના ભાચા ગામમાં વન વિભાગે દીપડાના પરિવારને પકડી પાડ્‌યો છે. આ વિસ્તારમાં ૧૫ દિવસ પહેલા ખોડિયાર મંદિર સામે દીપડાએ ૨ વર્ષના બાળક પર હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. જસાધાર વન વિભાગને દીપડો ફરી દેખાયાની જાણ થતાં વનવિભાગની ટીમે ખોડિયાર મંદિરથી એક કિલોમીટર દૂર ધીરુભાઈ ચાંદોરાની વાડીમાં ત્રણ દિવસ પહેલા બે પાંજરા ગોઠવ્યા હતા. વનવિભાગે ગોઠવેલા એક પાંજરામાં બે બચ્ચા પકડાયા હતા. એક કલાક બાદ દીપડી પણ પાંજરામાં પકડાતા તમામને જસાધાર એનિમલ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા.