ઉના તાલુકાના નેસડા ગામની ગૌચરણની સીમ શીતળા માતાજીના મંદિર તરફ જતા રોડ પાસે એક ટાટા કંપનીનો મીની ટ્રક તાલપત્રી બાંધેલ પડેલ હતો. જેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય જે હેરાફેરી કરવાની ફીરાકમાં હોય જેથી એલસીબી ટીમે ત્યાં જઈ રેઇડ કરી હતી. અને આ ટ્રકમાં તાલપત્રી ખોલી જોતા દારૂની પેટીઓનો જથ્થો મળી આવેલ તેમજ વારડાતા નદી કિનારેથી દારૂ આવ્યો હતો. આમ અલગ અલગ બે જગ્યાએથી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. એલ.સી.બી. ટીમે ટ્રકમાંથી કિં.રૂ.૨૧,૯૦,૮૦૦ નો મુદામાલ કબ્જે કર્યો અને ૮ શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધી તમામને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી છે.