ઉના તાલુકાના નવાબંદર ગામે રૂ. ૬ કરોડ ૯૩ લાખના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂ.૫ લાખના ખર્ચે જાહેર ચૌશાલય અને રૂ. ૪ લાખના ખર્ચે સ્નાન ઘાટ પણ બનાવવામાં આવશે. આ તકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, સરપંચ સોમવારભાઈ મજેઠીયા, ઉપસરપંચ હરકિશનભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણીયા, કોળી સમાજના પટેલ જીજ્ઞેશભાઈ, ખારવા સમાજના પટેલ નરેશભાઈ, વણાકબારીયા સમાજના પટેલ ભરતભાઈ, મુસ્લિમ સમાજના પટેલ આરીફભાઈ, દલિત સમાજના પટેલ લાલજીભાઈ, બોટ એસોસિએશનના પ્રમુખ ડાયાભાઈ કરશનભાઈ, તુરક સમાજના પટેલ સીદીકભાઈ, સિદીભાઈ હાસમભાઈ, યાસીનભાઈ મુસા, શાંતિભાઈ રામાભાઈ, યુનુસભાઈ બક્ષુ, દેલવાડા ગામના આગેવાન ચનુભાઈ બાંભણીયા, રાહુલભાઈ બાંભણીયા, પરસોતમભાઈ વાજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









































