ઉના, તા.૧૯
ઉનાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન દ્વારા નવાબંદર ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ગામમાં વિવિધ વિસ્તારોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામા આવ્યા છે. આ સીસીટીવી કેમેરાનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, જીલ્લા એસપી, ડીવાયએસપી, ઉના, નવાબંદર મરીન પોલીસના પીઆઇ, પોલીસ સ્ટાફ, જીલ્લાની વિવિધ બ્રાન્ચની ટીમ, ગામના સરપંચ પ્રતિનિધિ સહિત ગામનાં આગેવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા.