ઉના તાલુકાના નવાબંદર ગામમાં આવેલ લહરેશ્વર મહાદેવ મંદિરમાં ગત ૧૭મી જૂનની રાત્રિના સમયે ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિના અંધકારમાં ગામનો જ એક શખ્સ મંદિરના મુખ્ય દરવાજામાંથી અંદર પ્રવેશ્યો હતો અને ત્યાં રાખેલી દાનપેટીને કપડા વડે ઢાંકીને ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી.સવારે સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરી કરનાર શખ્સ સ્થાનિક હોવાનું ઓળખાઈ ગયું હતું. જોકે, ઘટના બાદ આરોપી ગામમાંથી ફરાર થઈ ગયો હોવાથી, પૂજારીએ આ અંગે નવાબંદર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








































